Edger Allan Poe
1 Book / Date of Birth:-
19-01-1809 / Date of Death:-
07-10-1849
એડગર ઍલન પો અમેરિકન રોમાંચવાદના કવિ, લેખક, સંપાદક અને વિવેચક હતા. તેઓ પોતાની રહસ્ય અને ભયાનક વાર્તાઓ માટે જાણીતાં હતા. તેઓ પહેલાં અમેરિકન લેખક હતાં જેમણે માત્ર લેખન દ્વારા જ ગુજારો કરવાનો પ્રયત્ન કર્યો.તેમનો જન્મ બોસ્ટનમાં થયો હતો. તેમણે વર્જિનિયા યુનિવર્સિટીમાં ૬ માસના સત્રનું શિક્ષણ લીધું પરંતુ પૈસાના અભાવે ભણતર અધૂરું છોડવું પડ્યું અને સૈન્યમાં ભરતી થયા. કેડેટની પરીક્ષા પાસ ન કરવાને કારણે તેમણે સૈન્ય પણ છોડવું પડ્યું. ૧૮૨૭માં તેમની પ્રથમ રચના ‘તૈમૂરલંગ અને અન્ય કવિતાઓ’ પ્રકાશિત થઇ. જેમાં તેમણે તેમના નામની જગ્યાએ એ બોસ્ટેનિયન (બોસ્ટનનો એક નિવાસી) લખ્યું હતું. ત્યારબાદ તેમણે ગદ્ય પર ધ્યાન આપ્યું અને કેટલાંક વર્ષો સુધી સાહિત્યનાં પ્રકાશનોમાં વિવેચક તરીકે કામ કર્યું. જાન્યુઆરી ૧૮૪૫માં તેમણે ‘ધ રેવન ’ નામની કવિતા પ્રકાશિત કરી, જે અત્યંત લોકપ્રિય બની. તેમણે પોતાનું પ્રકાશન ‘ધ પેન્ન’ પ્રકાશિત કરવાની તૈયારી કરી, પરંતુ એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું.પો ની શૈલીને "ગોથિક" કહેવામાં આવે છે. તેમણે ‘ઓગસ્ટ દ્યુપિન’ નામના જાસૂસની રચના કરી જે બાદમાં શેરલોક હોમ્સ અને હરક્યુલસ પ્વારો જેવા પાત્રોની પ્રેરણા બન્યું.