દુષ્યંત પંડયાનો જન્મ જામનગરમાં થયો હતો. 1950 માં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ 'સત્યભામા રોષદર્શિકાખ્યાન આદિ નાટકોની સર્વાંગીણ સમીક્ષા' એ વિષય ઉપર મહાનિબંધ લખી PhD ની ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત 1976 માં બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપ મેળવી ઈંગ્લેન્ડની લીડ્સ યુનિવર્સિટીમાં Teaching English As A Second language નો અભ્યાસ કર્યો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનનાં હસ્તે એમનું રાષ્ટ્રીય શિક્ષક એવાર્ડથી સન્માન થયું હતું. મેડમ મોન્ટેસરીના સહાયક તરીકે પણ કામ કરેલું છે. એમના ચરિત્રાત્મક નિબંધો ઉત્તમ છે. મિલ્ટનના મહાકાવ્ય 'પેરડાઈસ લોસ્ટ' નો ગુજરાતીમાં અનુવાદ કરીને એમને ગુજરાતીની બહુ મોટી સેવા કરી છે. એ સિવાય પણ એમને ઘણા અંગ્રેજી કાવ્યો ગ્રંથોનો ગુજરાતી અનુવાદ કરેલો છે.