દિપક મહેતાનો જન્મ મુંબઈમાં થયો હતો. મુંબઈની સોમૈયા કૉલેજના અધ્યાપક રહેલા. 1974 થી 1976 સુધી પરિચય ટ્રસ્ટમાં 'ગ્રંથ'માસિક અને પરિચય પુસ્તિકા પ્રવુતિમાં શ્રી યશવંત દોશી સાથે સહાયક સંપાદક તરીકે કામ કરેલું. તેમણે દિલ્હીમાં આવેલી અમેરિકાની લાયબ્રેરી ઑફ કોંગ્રેસની ઓફિસમાં એક્વિઝિશન વિભાગમાં એક દશકો કામ કર્યું. વિવેચન, અનુવાદ,બાળવાર્તાઓ અને સંપાદન ક્ષેત્રે તેમણે નોંધપાત્ર અર્પણ કરેલું છે. 1976 માં તેમણે 'નવલકથા', 'કસબ અને કલા' પુસ્તક લખ્યું. તેમણે સુપ્રસિદ્ધ મરાઠી નવલકથાઓ 'માહિમની ખાડી' અને જીવનસ્વપ્ન' નો ઉત્તમ અનુવાદ કર્યો છે.