બીરેન કોઠારી ગુજરાતી લેખક છે. જેઓ જીવનચરિત્રો, જીવનચિત્રોના સ્વતંત્ર આલેખન ઉપરાંત હાસ્યવ્યંગ્ય લેખો લખે છે અને હાલમાં વડોદરામાં નિવાસ કરી રહ્યા છે. તેઓ રસાયણ ઇજનેર હોવાની સાથો સાથ સાહિત્ય અને સંગીતમાં રસ ધરાવે છે. તેમણે ઔદ્યોગિક વાતાવરણમાં રહેવા છતાં લેખનનો આરંભ કર્યો અને વરિષ્ઠ સાહિત્યકારોની સોબતથી મુખ્ય સહાયક તરીકે જીવનચરિત્રના ઘણા પ્રોજેક્ટમાં કાર્ય કર્યું.તેમણે આકાશવાણી, વડોદરા કેન્દ્ર દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મના ગીતકારો પર આધારીત સાપ્તાહિક કાર્યક્રમ 'ગીત તમારા હોઠો પર' માટે વિવિધ ગીતકારોનો પરીચય કરાવ્યો છે. એપ્રિલ,૨૦૦૭ થી તેઓ ઇન્ડીઅન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ, વડોદરા જેવા વિશાળ ઔદ્યોગિક સાહસની નોકરી છોડી પૂરા સમયના વ્યાવસાયિક લેખક બન્યા છે.તેમણે જાન્યુઆરી, ૨૦૦૮ થી ઑગસ્ટ, ૨૦૧૧ સુધી 'અહા!જીંદગી' માસિકની 'ગુર્જરરત્ન' કોલમમાં પ્રતિભાશાળી ગુજરાતીઓનો પરિચય કરાવ્યો.કટાર લેખક ઉર્વીશ કોઠારી તેમના નાના ભાઈ છે