Ajay Soni
3 Books / Date of Birth:-
21-11-1991
ગુજરાતી વાર્તાજગતમાં એક નવી હવા ઊભી કરનાર વાર્તાકાર અજય સોનીના નામથી હવે ભાગ્યે જ કોઈ સાહિત્યરસિક અજાણ હશે. કચ્છના અંજારમાં રહીને સોનીકામ કરતાં કરતાં સાહિત્ય સર્જન કરે છે. આણંદ ખાતે જન્મેલ અજય સોની મુખ્યત્વે વાર્તા, લલિતનિબંધ અને નવલકથા પર સર્જન કરી રહ્યા છે. તેમને ઉત્તમ ગુરુ અને માર્ગદર્શક માવજીભાઈ મહેશ્વરી મળ્યા. અજય સોનીના ઘડતરમાં એમનો વિશેષ ફાળો રહ્યો છે. (જીવાઈ ગયેલી ક્ષણો - નવલકથા) ટૂંક સમયમાં પ્રગટ થનાર છે. તેમની વાર્તાઓ પ્રતિષ્ઠિત સામયિકોમાં અવાર નવાર છપાતી રહી છે. વાર્તાઓના હિન્દી, અંગ્રેજી, પંજાબી ભાષામાં અનુવાદો થયા છે. તેમણે કચ્છમિત્ર દૈનિકમાં એક વર્ષ સુધી વાર્તાની કોલમ “સમી સાંજે” અને દિવ્ય ભાસ્કર દૈનિકમાં વાર્તાની કોલમ “સ્ટોરી કાફે”ની કૉલમ ચલાવી હતી. ‘રેતીનો માણસ’(વાર્તાસંગ્રહ) માટે વર્ષ 2019નો સાહિત્ય અકાદમી દિલ્હીનો ‘યુવા પુરસ્કાર’, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2017ના વર્ષનું શ્રેષ્ઠ દ્વિતિય પારિતોષિક, કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન-ગોધરા ‘રમણલાલ.વ.દેસાઈ વાર્તા પારિતોષિક’ અને અંજલિ ખાંડવાળા પ્રથમ શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનું 2017-18નું પારિતોષિક જેવા અનેક ઍવોર્ડ મળી ચૂક્યા છે.