Adolf Hitler
1 Book / Date of Birth:-
20-04-1889 / Date of Death:-
30-04-1945
એડોલ્ફ હિટલર જર્મન રાજકારણી અને નાઝી પાર્ટીનો નેતા હતો.હિટલર ઑસ્ટ્રિયામાં જન્મ્યો હતો અને તે ૧૯૧૩માં ચિત્રકાર બનવાની ઇચ્છાથી જર્મની ગયો અને પ્રથમ વિશ્વયુધ્ધમાં સૈનિક તરીકે ભાગ લીધો. ૧૯૨૦માં હિટલર 'નાઝી' તરીકે ઓળખાતી નેશનલ સોશિયાલીસ્ટ જર્મન વર્કર્સ પાર્ટીમાં જોડાયો.હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરી બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી. જર્મન સેનાએ પોલેન્ડ, મોટાભાગનું યુરોપ, ફ્રાન્સ અને સોવિયત યુનિયનનો મોટો ભાગ જીતી લીધો હતો. યુદ્ધ દરમિયાન, હિટલરે નાઝીઓને મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકોને મારી નાંખવાનો આદેશ આપ્યો હતો. તેમાં હોલોકાસ્ટમાં મ્રુત્યુ પામેલાં ૬૦ લાખ યહૂદીઓ ઉપરાંત રોમા (જીપ્સીઓ), હોમોસેક્સ્યુઅલ, સ્લેવ જેવા કે રશિયનો અને પોલ્સ, અને તેમના રાજકીય વિરોધીઓ પણ સામેલ હતાં.હિટલરે પોતાના બંકરમાં આત્મહત્યા કરી.