વિષ્ણુદેવ પંડિત વેદના સારા જાણકાર વિદ્વાન છે. વેદ-સાહિત્યનો તેમણે ઘણો સારો અભ્યાસ કર્યો છે. સાથે સાથે તેમણે તત્વજ્ઞાનીઓ, સાધુપુરુષો અને વેદવિજ્ઞાનીઓનો સમાગમ સાધ્યો છે. વિશાળ વાચન અને અનુભવના નિચોડ રૂપે તેમને જે મળ્યું છે તેને શબ્દોમાં ઉતારવાનો સફળ પ્રયત્ન છે. તેમની ભાષા સહેલી અને લોકભાગ્ય છે. તે ઉપરાંત વેદની વાણીનો ભાવ પકડવાની તેમની આગવી સૂઝ છે.