Showing all 2 results

  • ICU

    ધારો કે એક ક્ષણ આપણે વિચારી લઈએ કે કોઈક દિવસ આપણે આંખો ખોલીએ ત્યારે આપણને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતાં છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે. આપણા સગાંવહાલાં એકદમ સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઊભાં છે. આપણને અચાનક એવો અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. કેવું લાગશે આપણને ?

    કેટલાંય કામો કરવાનાં બાકી રહી ગયાં હશે, કેટલીય વાતો અધૂરી રહી ગઈ હશે અને કેટલાય સંબંધો જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું બાકી હશે, કોઈનો હાથ પકડવાનું બાકી હશે, કોઈને થૅન્ક્યુ કહેવાનું બાકી હશે. આપણા જીવનસફરમાં જેઓ સતત સાથે રહ્યા છે, તેમને પ્રેમ કરવાનો બાકી રહી ગયો હશે અને જેમને સતત પ્રેમ કર્યો છે, એમને કહેવાનું બાકી રહી ગયું હશે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.

    ટૂંકમાં, ICUના ખાટલા પર સૂતાં સૂતાં સામેથી પૂરપાટ ઝડપે જ્યારે મૃત્યુ આપણી તરફ આવતું હોય છે ત્યારે ICUના ખાટલા પર સૂતેલી વ્યક્તિને જ નહીં, તેની આસપાસ રહેલા લોકોને પણ એક ખજાનો મળતો હોય છે. એ ખજાનો છે; અફસોસનો. ICU એક પ્રતીતિ છે. સંબંધોની પ્રતીતિ, પ્રેમની પ્રતીતિ, ઘણું બધું કરવાનું હતું અને કશું જ ન કરી શક્યાની પ્રતીતિ અને સૌથી મહત્ત્વનું એ કે ગમતી વ્યક્તિને મન ભરીને ઊજવી ન શક્યાના અફસોસની પ્રતીતિ. જિંદગી કે સંબંધો વિશે જે અને જેટલી બાબતો એક ICU આપણને રિયલાઇઝ કરાવે છે, એવું રિયલાઇઝેશન આ દુનિયા પરનું બીજું કોઈ જ સ્થળ આપણને નથી કરાવતું.

    150.00