‘હું માનું છું કે લોકો બે મુખ્ય કારણોસર આત્મકથા લખે છે : પહેલું કારણ ઘટનાનું નિરૂપણ કરવાનું ગણાવી શકાય અને બીજું કારણ ભીતર પડેલી લાગણીને સતત પ્રગટ કરતા રહેવાનું કહી શકાય.’
– આર્થર કોસ્લર
નહીં કલ્પેલા ઝંઝાવાતોનો સામનો કરીને પણ સમયના સાગરમાં જિંદગીના જહાજને નિર્ધારિત goal સુધી કેવી રીતે પહોંચાડી શકાય છે એનું સચિત્ર અને સચરિત્ર દૃષ્ટાંત તમને આ આત્મકથામાં જોવા મળશે. શિક્ષણજગતથી લઈને પત્રકારત્વ અને રાજનીતિના ક્ષેત્ર સુધીની સફરમાં મળેલી ખાટી-મીઠી પજવણીને, ઉજવણીમાં ફેરવી જિંદગીની સકારાત્મકતાને પળે પળે હરિયાળી રાખવાનો કસબ તમને આ આત્મકથામાં શીખવા મળશે.
આ આત્મકથાના પાને પાને તમે આત્મકથાકારને નીરખતા રહો એવી રસાળ શૈલીમાં લખાયેલી આ કથા તમને છેલ્લા પાના સુધી સહેજપણ રસભંગ થયા વિના જકડી રાખશે!
જિંદગીને તેની તળેટીમાંથી શિખર સુધીની અવિરત ઉડાન કેવી રીતે કરાવી શકાય એની પ્રેરકકથા એટલે આ ઉડાન!
Be the first to review “Udaan”
You must be logged in to post a review.