Vantolio

Category Novel
Select format

In stock

Qty

આરપાર વીંધી નાંખતી કથા
હેરોલ્ડ પિન્ટર કહે છે કે, સમાજના હાંસિયાના, સિમાંત, છેવાડાના, વંચિત, શોષિત, અછૂત, હડધૂત માનવોની પીડા-પજવણી, વ્યથા-વેદના, યાતના-યંત્રણાને વાચા આપવાનું કામ સાહિત્કારે કરવાનું છે. એ પૂછે છે કે આપણી નૈતિક ચેતનાને શું થઈ ગયું છે? આપણી ચોતરફ અન્યાય, અત્યાચારનો ભોગ બનતા અસંખ્ય માણસોની યાતના જોઈ આપણામાં કોઈ સંવેદન જાગતું નથી. બધું કોઠે પડી ગયું છે. આપણી અંદરનો હિમસાગર થીજી ગયો છે. કાફકા કહે છે તેમ, સાહિત્યકૃતિએ કુહાડો બની આ હિમશિલાને કાપવાનું કામ કરવાનું છે.
અઝીઝ ટંકારવીની `વંટોળિયો’ નવલકથા આપણા સાંપ્રત વિશે પ્રાણપ્રશ્ન પૂછી આપણી ચેતનાને ઝંઝોડે છે. આઝાદી પછી આબાદી આવશે એવું ગોપુદાદાનું સપનું રોળાઈ જતું અહીં તાદૃશ થાય છે. પ્રજાજનોના વંચિત વર્ગનું સશક્તિકરણ તો બાજુ પર રહ્યું, પણ બળિયાઓ દ્વારા આ વર્ગોને પામર બનાવવાના પેંતરા રચાય છે. ભારતીય ઉપખંડની આઝાદી ટાણે ચર્ચિલે જે ભવિષ્યવાણી ઉચ્ચારેલી તેની પડખે આ કથા મંડાય છે. આ ભવિષ્યવાણી સાચી પડશે કે શું? એવા વેધક પ્રશ્ન સાથે એ પૂરી થાય છે. સંવેદનશીલ ભાવકના મનમાં આ પ્રશ્ન ઊભો કરવો એ જ આ કથાનું પ્રયોજન છે.
– અદમ ટંકારવી

SKU: 9789389858181 Category: Tags: , , , , , ,
Weight0.13 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Vantolio”

Additional Details

ISBN: 9789389858181

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 150

Weight: 0.13 kg

અઝીઝ ટંકારવી વાર્તાકાર તરીકે ઘણી ખ્યાતિ પામ્યા છે. ‘લીલોછમ સ્પર્શ’ (1984), ‘સનદ વગરનો આંબો’ (1997) અને ‘જિજીવિષા’ (2007) એમના વાર્તાસંગ્રહો છે. ‘અટકળનો દરિયો' (2006) એમનો… Read More

Additional Details

ISBN: 9789389858181

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 150

Weight: 0.13 kg