Ghazalna Gulmahor

Category Poetry
Select format

In stock

Qty

ગુજરાતી ગઝલનો હાલ સુવર્ણયુગ ચાલે છે. લોકોનો ગઝલરસ જોઈને કેટલાંક દૈનિક અખબારો પણ તેઓની સાપ્તાહિક પૂર્તિમાં કે અન્યત્ર શે’ર-આસ્વાદની કટારો પ્રગટ કરે છે.

ગઝલ એક અતિ વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. આખેઆખી ગઝલ આસ્વાદ્ય હોય તો તે ઉત્તમ સ્થિતિ છે, પરંતુ બધી ગઝલો તેવી ન પણ હોય, છતાં તેના થોડાક શે’રો ઉત્તમ હોય તોયે એ ગઝલ ટકી શકે. એક ઉત્તમ શે’ર માત્ર એ ગઝલને નહીં, ગઝલકારને પણ ચિરકાળ સુધી ઉજાળ્યા કરે તેવું પણ બને.

દા.ત. ‘ઓજસ’ પાલનપુરીએ માત્ર આ એક શે’ર લખ્યો હોત તોયે ગઝલરસિકોને હૈયે તેઓ ચિરસ્મૃત રહ્યા હોત.
‘મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.’

‘ગઝલના ગુલમહોર’ની વિશેષ ઉપલબ્ધિ એ છે કે અહીં ગુજરાતી ગઝલના કેટલાયે સિદ્ધ-પ્રસિદ્ધ શે’રો ભાવકને એકસાથે મળી રહે છે. અહીં ‘મરીઝ’, ‘ઘાયલ’, ‘શૂન્ય’, ‘બેફામ’, ‘ગની’ જેવા ગઈ પેઢીના દિગ્ગજ ગઝલકારથી માંડીને છેક આજના શાયરના ચૂંટેલા શે’રો અહીં મોજૂદ છે.

– ભગવતીકુમાર શર્મા

SKU: 9788119644353 Category: Tags: , , , , , , ,
Weight0.13 kg
Dimensions5.50 × 8.50 in
Binding

Book

Year

Month

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ghazalna Gulmahor”

Additional Details

ISBN: 9788119644353

Month & Year: May 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.13 kg

અઝીઝ ટંકારવી વાર્તાકાર તરીકે ઘણી ખ્યાતિ પામ્યા છે. ‘લીલોછમ સ્પર્શ’ (1984), ‘સનદ વગરનો આંબો’ (1997) અને ‘જિજીવિષા’ (2007) એમના વાર્તાસંગ્રહો છે. ‘અટકળનો દરિયો' (2006) એમનો… Read More

Additional Details

ISBN: 9788119644353

Month & Year: May 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.13 kg