Gujarat Vidhansabha Chutani-2022

Select format

In stock

Qty

ગુજરાતની નિર્ણાયક વિધાનસભા – ચૂંટણી પરનું, રસપ્રદ અને સમીક્ષાત્મક પુસ્તક, જેમાં વિગતો, મીડિયાનાં મંતવ્યો અને દસ્તાવેજોથી ચૂંટણી શતરંજને સમજવાનો રસ્તો મળે છે.

* * *

વિષ્ણુભાઈના ચિંતનમાં ઊંડાણ અને મૌલિકતા, લેખનમાં શક્તિ અને પ્રવાહિતા છે. લેખિનીને હથિયાર બનાવીને, ઓજાર બનાવીને, તલવાર જેવો ઉપયોગ કરીને સમાજમાં તે અ-શિવ છે, અ-સુંદર છે, અ-કલ્યાણકારી છે તેના પર પ્રહાર કરતા રહો!

સ્વ. અટલબિહારી વાજપેયી

તેમણે અકિંચન રહીને સાહિત્ય અને પત્રકારત્વની ઉપાસના કરી છે. કટોકટીની કાળરાત્રિની સામે નાનકડા સાપ્તાહિકના માધ્યમથી મોટો સંઘર્ષ કર્યો અને છેવટે કટોકટી – સેન્સરશિપનો અસ્ત થયો. માતા સરસ્વતીના તેમને આશીર્વાદ છે.

નરેન્દ્ર મોદી

સત્યની જિજ્ઞાસાએ તથ્યની ઉપેક્ષા થવા દીધી નથી. `રક્તરંજિત પંજાબ’ માટે ખુશવંતસિંઘ અને કુલદીપ નાયરના પુસ્તકથી વધુ ઉપયુક્ત લાગી, અને ગમી.

વિમલાતાઈ ઠકાર

જે દેશમાં નીડર પત્રકારો છે ત્યાં લોકશાહીનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. તમારા કટોકટી – વિરોધી લગાતાર સંઘર્ષથી હું ગૌરવ અનુભવું છું.

સ્વ. મોરારજી દેસાઈ

લડતે રહો, લડતે રહો, ઔર સિવા ભગવાન કે, કિસીસે ડરો મત!

સ્વ. જયપ્રકાશ નારાયણ

સ્વતંત્ર્યજંગની ક્રાંતિ-કથાના તમે `વ્યાસ’ છો…

રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)

વિષ્ણુભાઈના લેખનને હું વર્ષોથી જાણું છું. અકાદમીને તેમણે સિદ્ધિના શિખરે પહોંચાડી. તેમનાં પુસ્તકો શ્રેષ્ઠ પ્રસાદી છે, પુસ્તકરૂપી કમળ પૂજાથી સમાજદેવતાને અર્પિત કરાઈ છે.

મોરારિ બાપુ

પત્રકારત્વના નામથી પણ ભડકનારા ઉન્નત-ભૂ આપણે ત્યાં હોય છે, પણ આ લેખક સાહિત્યિક પત્રકારત્વની એવી પ્રસ્તુતિ કરે છે, જે આપણને વિચારતા કરી મૂકે છે.

સ્વ. હરીન્દ્ર દવે

મનોરંજન માટે કે આરામખુરશીમાં બેસીને બહેલાવનારું લખાણ કરનારા પત્રકારો-લેખકો કરતાં વિષ્ણુ પંડ્યા અલગ રીતે તરી આવે છે. આવા સાહિત્યકાર અને પત્રકાર માટે અમને ભારે ગૌરવ છે. તમે તો મારા કરતાં ચઢિયાતું કામ કરી બતાવ્યું છે. હવે હું વિષ્ણુમાં વાસુદેવ સ્વરૂપ જોઈશ!

વાસુદેવ મહેતા

Weight0.47 kg
Dimensions0.11 × 8.5 × 11 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Gujarat Vidhansabha Chutani-2022”

Additional Details

ISBN: 9789395556859

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 212

Dimension: 0.11 × 8.5 × 11 in

Weight: 0.47 kg

Additional Details

ISBN: 9789395556859

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 212

Dimension: 0.11 × 8.5 × 11 in

Weight: 0.47 kg