ફૂલબજાર
પન્ના ત્રિવેદી
પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી
રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ
ફૂલ બજાર.
ફૂલ જેવી કાયાઓની એક-એક ગલીઓમાં કોઈ ને કોઈ વાર્તા બેઠી છે…
કણસતી, વલવલતી, રવરવતી, ખળખળતી, છળતી અને છતાં જીવતી – જાગતી – ધબકતી – તમારી પ્રતીક્ષા કરતી.
અલબત્ત શક્ય છે કે એ વાર્તાઓ કદાચ હરહંમેશ સુંદર, કમનીય કે સુગંધી ન પણ હોય!
દાહક વાસ્તવિકતામાં એનો પમરાટ કદાચ બળીને નામશેષ થયો હોય એમ પણ બને…
…પણ રાતના રેશમી અંધારામાં ધીમે ધીમે ક્યાંક કણસતી, ક્યાંક આક્રંદ કરતી, ફૂસફુસાતી, ક્યાંક ભીંજાતી કે સુગંધનો મઘમઘાટ પાથરતી અથવા તો દિવસના અજવાળામાં અંધકાર વેઠતી, હજારો લાખોની ભીડ વચ્ચેય એકલતાને જીવતી કે કોઈ એકલવાયા ચિત્ત પર `ભીડ ભીડ’ થઈને જીવતી સ્ત્રીઓ મને હંમેશાં કોઈ ફૂલબજારનાં ફૂલો જેવી જ લાગી છે.
આ સ્ત્રીઓ દુનિયાનાં બજાર વચ્ચે છેલ્લી પાંખડીના કરમાઈ જવા સુધી પોતાની સુગંધ વિખેરી દઈને પણ અસ્તિત્વના અણુએ અણુને ટકાવવા-શ્વસવા દૃઢ રહે છે, કટિબદ્ધ રહે છે.
…કદાચ એટલે જ વણથંભી રહે છે આપણી, આ પાત્રોની અને મનુષ્યોની યાત્રા –
જિંદગીની શોધ માટે, ચપટી સુખ માટે અને `જીવન’ના સારાંશ માટે!
Be the first to review “Fulbajar”
You must be logged in to post a review.