‘કવિતા કોળે છે, સુખની વેદનામાં’ કહેતાં દક્ષાબહેન સુપેરે જાણે છે કે કાવ્યતત્ત્વનું સુખ પણ આખરે તો વેદનાના ભોગે જ મળે છે. તેમની કવિતાનો પ્રધાન સૂર વિષાદ અને વેદના રહ્યો છે. એક રીતે એમની કવિતા અંગત સ્તરે વધુ વિસ્તરી છે, અલબત્ત ક્યાંક તત્કાલીન સમયનો દસ્તાવેજ પણ મળી રહે છે… કવયિત્રી દક્ષા વ્યાસની કવિતા એક વિશેષ ભાવસૃષ્ટિ ધરાવે છે. તેઓ કહે છે તેમ એમની કવિતા તેમને મન જાત સાથેની વાતચીત છે. ‘હોવાપણા’નો એક આગવો અર્થ છે. એટલે જ દંભના આવરણ વિના સચ્ચાઈનો રણકો સ્વાભાવિક જ પમાય છે. જાત સાથે કોણ દંભ કરી શક્યું છે? કદાચ એટલે જ આ કાવ્યોએ અંગતથી બિનંગત પથની યાત્રા એટલી સાહજિકતાથી કરી જાણી છે, જેની સાહેદી એમનાં કાવ્યોમાંથી મળી રહેશે.
Binding | Paperback |
---|
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361977749
Month & Year: December 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 130
Additional Details
ISBN: 9789361977749
Month & Year: December 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 130
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Chunteli Kavitao : Daksha Vyas”
You must be logged in to post a review.