સદાબહાર વાર્તાઓ
ચન્દ્રકાન્ત બક્ષી
આજની ભારે તણાવભરી સામાજિક વ્યવસ્થામાં સમજુ અને સંવેદનશીલ માણસ અટવાઈ પડ્યો છે. માંડમાંડ મળતી ફુરસદની ઘડીઓને હળવાશથી માણી માનસિક સંતોષ મેળવવાનું એને માટે રોજેરોજ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે.
આ પરિસ્થિતિના બીજા અનેક ઉકેલ હોઈ શકે, પણ એક શ્રદ્ધેય ઉકેલ છે આ શ્રેણી – `સમયનો સદુપયોગ શ્રેણી.’
મનવાંછિત મોકળાશને મનભર રીતે માણવા ઇચ્છતા માણસના હાથમાં ઉત્તમ છતાં સરળ, શ્રેષ્ઠ છતાં કિફાયતી એવું સ-રસ સાહિત્ય સંકલિત કરીને મૂકવાનો આ શ્રેણીનો ઉદ્દેશ છે. એક ભદ્ર વ્યક્તિ પોતાના `અંગત’ સમયનો `સદુપયોગ’ કરી શાતા, સધિયારો અને મનોરંજન મેળવી શકે એવા અભિગમથી આયોજિત આ શ્રેણીમાં ગુજરાતી ભાષાના સમર્થ સર્જકોની નીવડેલી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે એ નોંધવું ઘટે કે આ શ્રેણીમાં સ્થાન પામેલ સર્વશ્રેષ્ઠ સર્જકોને એમની આ અને આવી જ અન્ય કૃતિઓએ ચિરંજીવ કીર્તિ બક્ષી છે.
આ શ્રેણીના વાચન પછી, સુજ્ઞ વાચક જો પોતાના પ્રિય સર્જકની તમામ કૃતિઓનું રસપાન કરવા પ્રેરાશે તો આ શ્રેણીનો હેતુ વધુ સંગીન રીતે સિદ્ધ થશે.
Be the first to review “Chandrakant Bakshi (Sadabahar Vartao)”
You must be logged in to post a review.