કાયાની વાર્તા અને વાર્તાની કાયા
વાર્તા ગોળ, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ નથી લેતી પણ ચોરસ બારીમાંથી દેખાતું આકાશ બારી જેટલું જ હોય છે. આ વાર્તાઓનાં પાત્રોએ ક્ષણની સદી વચ્ચે ઊભાં રહીને અહીં જ શોધ્યા કર્યું છે પોતીકું એક આખું આકાશ… અહીં જ તો ઠાલવ્યું છે તેમણે તેમનું ભીતર… અહીં જ તો કરી છે પોતીકા રંગોની શોધ… અહીં જ તો ઝંખી છે પોતીકી એક ધરતી… અહીં જ તો કરી છે તેમણે સંવેદનની પ્રતીક્ષા…
સમયનું વહેણ વહી જશે, બારી બદલાશે, માણસ બદલાશે, પણ અનંત અનંત કાળ સુધી જે નહીં બદલાય તે છે ચોરસ આકાશમાં પોતાના એક વિશાળ આકાશની શોધ…
– પન્ના ત્રિવેદી
Be the first to review “Choras Aakash”
You must be logged in to post a review.