આતંકવાદના પડછાયામાં કવિતાની છાયા હિંસા અને ઘૃણાનો ઇતિહાસ હરહંમેશ લોહિયાળ રહ્યો છે. ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરની સફેદ બર્ફીલી ઘાટીઓ વચ્ચે રહેંસાતા એક સમુદાયની વ્યથા લઈને કવિ અગ્નિશેખર ‘જવાહર ટનલ’ રૂપે આપણી વચ્ચે આવે છે. આ સંવેદના ઉછીની લીધેલી નથી. કવિ પોતે પણ એ જ સમુદાયનો હિસ્સો છે, જેઓ મૂળિયાં સમેત ઊખડી ચૂક્યા છે. સાડા ચાર લાખ નિર્દોષ કાશ્મીરી પંડિતોની વિસ્થાપનજન્ય કરુણતા, હતાશા, આકાંક્ષા તથા અસ્મિતાના સંઘર્ષની સ્તબ્ધ કરી મૂકનારી દમિત સંવેદનાનો મુખર અવાજ એટલે ‘જવાહર ટનલ’. પોતાનાં મૂળિયાં સહિત પુન: વિસ્થાપિત થવાની તીવ્રત્તમ ઝંખનાનો કરુણ સ્વર અહીં પમાય છે. આ કેવળ કાવ્યો નથી પણ માણસ હોવાની એક અંધકારમય યાત્રા અને માણસ હોવાની યંત્રણા પણ છે. અહીં પોતાની માતૃભૂમિ તથા ઘર માટેનો સંઘર્ષ તો છે જ પણ તેની સમાંતરે સ્મૃતિઓને જીવિત રાખવાનો સૂક્ષ્મ સંઘર્ષ પણ છે. પોતાની ભીતર બચેલી શેષ સ્મૃતિઓ પણ ક્યાંક ભૂંસાઈ ન જાય! માનવતાની સુગંધ પ્રસરાવનારા દરેક માણસ માટે ધર્મપ્રેમ કરતાં માટી માટેનો પ્રેમ અધિક મહાન રહ્યો છે. યાદ રાખવું ઘટે કે ‘ટનલ’ના અંધકારમાં ધાર્મિક ઝનૂનથી કટ્ટરતાનો ભોગ બનેલો, યાતના ભોગવતો કોઈપણ સમુદાય હોઈ શકે, વિસ્થાપિત થયાનું દર્દ કોઈપણ સમુદાયે અનુભવ્યું હોય… યાતનાને ન તો કોઈ ધર્મ છે કે ન કોઈ રંગ. આ સંગ્રહમાં આવનારી પેઢી માટે પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિના વારસાને બચાવવાનો સંઘર્ષ અનુભવી શકાશે. આયુધ વિનાનું યુદ્ધ ક્યાં સુધી ચાલશે એની ખબર નથી પણ મરતા સુધી પરાજયને અસ્વીકૃત કરવામાં જ કવિ વિજય છે. – પન્ના ત્રિવેદી
Weight | 0.17 kg |
---|---|
Dimensions | 0.8 × 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789395556774
Month & Year: March 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 146
Dimension: 0.8 × 5.5 × 8.5 in
Weight: 0.17 kg
Additional Details
ISBN: 9789395556774
Month & Year: March 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 146
Dimension: 0.8 × 5.5 × 8.5 in
Weight: 0.17 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Jawahar Tunnel”
You must be logged in to post a review.