અસુર
હારીને પણ જીતી જનારા યોદ્ધાની કથા
ઇતિહાસના પાનાં પર માત્ર વિજેતાઓના શબ્દો અંકિત થાય છે અને અનંતકાળ સુધી લોકો એને જ સત્ય માનતા રહે છે. પરાજિતોનો અવાજ ક્યારેય કોઈને સંભળાતો નથી. રામાયણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પણ, હવે રાવણ બોલશે, એને પણ સાંભળો.
“હજારો વર્ષથી મારું નામ ધિક્કારના કાદવમાં ખરડાતું રહ્યું છે. દર વર્ષે, ભારતના દરેક ખૂણે મારું દહન થાય છે, અને લોકો રંગેચંગે મારા મૃત્યુને ઉજવે છે. પણ કેમ? કારણ માત્ર એટલું જ કે, મેં મારી પુત્રીને ખાતર, દેવોને પડકારવાની હિંમત કરી? વર્ણભેદના પાયા પર ઊભા થયેલા દેવશાસનમાંથી મેં મારા લોકોને મુક્ત કર્યા? તમે રામાયણ સાંભળ્યું છે. એ માત્ર વિજેતાઓની ગાથા છે. પરંતુ હવે `રાવણાયન’ સાંભળો. હું છું રાવણ, એક અસુર! મારી કથામાં વાત છે, ઘોર પરાજય પામેલા લોકોની.”
પરાજયના પ્રતિસાદરૂપે રાવણે એક એવું અણધાર્યું પગલું ભર્યું, જેણે વિશ્વના ઇતિહાસની દિશા બદલી નાંખી! કયું હતું એ પગલું? એ જાણવા માટે આજે જ `અસુર’ વાંચો!
Be the first to review “Asur”