અજય
ધર્મને હું જાણું છું, પણ એનું પાલન નથી કરતો.
અધર્મને જાણું છું, પણ એનો ત્યાગ નથી કરી શકતો.
તમે દુર્યોધનને ઓળખો છો?
કુરુસભામાં સમાધાન માટે આવેલા શ્રીકૃષ્ણને સ્પષ્ટ શબ્દોમાં નકારનાર ગાંધારીપુત્ર દુર્યોધનને આપણે આજ સુધી સંસારના તમામ દુર્ગુણ અને અધર્મના પ્રતીક તરીકે જ યાદ રાખ્યો છે, ખરું ને?
યુધિષ્ઠિર સાથે જુગારમાં છળકપટ શકુનિએ કર્યું; ભરી સભામાં દ્રૌપદીનાં ચીર દુઃશાસને ખેંચ્યા. મહાભારતની કથામાં અનેક લોકોએ અનેક ખોટાં કામ કર્યાં છે, પણ સદીઓથી મહાભારતની કથા કહેતા, સાંભળતા આવેલા તમામ લોકોએ, બધાય પાપનો બોજ દુર્યોધનના શિરે જ નાખ્યો છે ને?
પરંતુ આ પુસ્તકનાં પૃષ્ઠો પર તમને એ હજારો વર્ષના બોજથી ઝૂકી ગયેલા ખલનાયક દુર્યોધનનો નહીં, પણ એનામાં ઉન્નત મસ્તકે રહેલા સુયોધનનો પરિચય થશે. કુરુક્ષેત્રમાં જેનો ઘોર પરાજય થયો, એ દુર્યોધનને લેખકે અહીં `અજય’ કહ્યો છે, જેનો કોઈ પરાજય ન કરી શકે. શું કામ?
આ જાણવા માટે તમારે સુયોધનની દૃષ્ટિએ જોવાયેલું, લખાયેલું આ મહાભારત વાંચવું પડશે – દુર્યોધનનું મહાભારત. સદીઓથી મહાભારત પાંડવોની જયગાથા તરીકે વંચાયું છે. હવે સાંભળે દુર્યોધનની અજય-કથા! શક્ય છે કે, આજ પછી જય-પરાજય, ધર્મ-અધર્મ, સત્ય-અસત્યના તમારાં પરંપરાગત પરિમાણો પણ બદલાઈ જાય!
ધર્મ-અધર્મનાં પરિમાણો બદલતી મહાગાથા
Be the first to review “Ajay”
You must be logged in to post a review.