સેક્સનું સૌંદર્ય – મારી દૃષ્ટિએ
જેને આપણા લોકો નિંદનીય ગણે છે, તે સેક્સવૃત્તિને હું બ્રહ્મનો `મધુર ગુંજારવ’ કહું છું. આ બાબતે હું મહાત્મા ગાંધી સાથે પણ સહમત નથી. આપણા ઘણાખરા ઋષિઓ પરણેલા હતા. ઋષિ વસિષ્ઠને સો પુત્રો હતા. વેદમાં ક્યાંય સેક્સની નિંદા નથી. છાંદોગ્ય ઉપનિષદમાં તો ઓમ્ જેવી સંજ્ઞામાં પણ મૈથુન સંસૃષ્ટ છે એવું પ્રારંભ કહ્યું છે.
વિનોબાજી કહે છેઃ `હું સેક્સવિરોધી શી રીતે હોઈ શકું? એમ કરું તો મારી માતાનું શું?’ માતૃત્વ પવિત્ર હોય તો એના નિમિત્તસમી સેક્સ અપવિત્ર શી રીતે હોઈ શકે? આપણે ત્યાં કામદેવને `કામદાનવ’ નથી કહ્યો. કામદેવને બે પત્નીઓ હતી.
Be the first to review “Sex Nu Saundrya : Mari Drashtie”