શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને કાફિયાનગરમાંથી…
સાચો છું તોય હું મને સાબિત નહીં કરું
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું
રાખે જો વિશ્વને તું વિખેરાયેલું, પ્રભુ!
જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું
– રઈશ મનીઆર
—-
આમ લખવું કરાવે અલખની સફરમાંથી…
જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે
એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે
વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુઃશાસન!
કંઈ કેટલાની એમાં નિઃશબ્દ સંમતિ છે
– રઈશ મનીઆર
Be the first to review “Raeesh Maniar : 2 Latest Books (Combo Offer)”
You must be logged in to post a review.