કન્યાકુમારીના રેલવેસ્ટેશને ટ્રેનમાં બેઠેલો યુવક ગૌતમ વિચારોનાં વમળમાં ફસાયો છે : `હું ક્યાંથી નીકળ્યો છું અને હવે ક્યાં આવી પહોંચ્યો છું અને હવે હું ક્યાં પહોંચવા માંગુ છું? શું આ યાત્રા ખરેખર મને મારી ખુશી અપાવશે? હું મારી શોધ પૂરી કરી શકીશ કે પછી જીવનને આમ ને આમ વેડફી બેસીશ?’
ટ્રેનમાં વિચારમગ્ન ગૌતમ ખરેખર કઈ સફરે નીકળ્યો છે?
શા માટે મૃત્યુ પામેલી મમ્મીને આપેલા વચનની ઉપરવટ થઈને તેને નીકળવું પડ્યું?
ટ્રેનમાં મળેલાં સાધ્વી મેધપ્રજ્ઞાજીનો ભૂતકાળ કેવો છે?
શું ગૌતમ ખરેખર પોતાની બહેન શ્વેતાનું અનૌરસ સંતાન છે?
હિતેન અને માધવી કયા સંજોગોમાં છૂટાં પડે છે?
શ્વેતા અને હિતેન વચ્ચે શું સંબંધ છે?
બધાના જીવનમાં ઊથલપાથલ કરનાર હિતેન ક્યાં છે?
શું ગૌતમ જેની શોધ માટે નીકળ્યો છે એ તેને મળે છે?
જીવનને માત્ર જીવવાનું નથી, જીવનને સાચી રીતે ઓળખીને તેનો ઉત્સવ મનાવવાનો છે. પોતાના જીવનને સાચી રીતે ઓળખવાનું શિખવાડતી આ કથા તમને પણ સ્પર્શી જશે.




























Be the first to review “Olakhyatra”
You must be logged in to post a review.