DIRTY GAME – ભરત તન્ના
Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટી માટે એવું કહેવાય છે કે તેઓ માણસનો સ્વભાવ જાણવાની આગવી કળા ધરાવે છે, તેથી તેમની તમામ Thriller બેસ્ટસેલર છે.
જાણીતા લેખક ભરત તન્નાના આ પુસ્તક Dirty Gameમાં પણ બદલાતા સમય અને સ્વભાવ સાથે રોમાંચક પ્રસંગોની હારમાળા સર્જાય છે. અહીં રહસ્યના અનેક ભેદી દરવાજા પસાર કરી તમે એક એવા વળાંક પર ઊભા રહી જશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય!
આ કથાનો નાયક શિવા, જાંબાજ પત્રકાર છે જેણે વિખ્યાત ઉદ્યોગપતિ હજારીમલના મર્ડરનો પર્દાફાશ કરવાનું બીડું ઝડપ્યું છે.
ત્યારે જ શિવાની પત્નીનું અપહરણ થાય છે.
હવે આગળ શું થશે?
પોતાની પત્નીને છોડાવવા શું શિવા હજારીમલ હત્યાનો કેસ પડતો મૂકશે? કે પોતાના Commitmentના નામે લડત ચાલુ રાખશે? કે પછી હત્યારાના ષડયંત્રનો ભોગ બની જશે?
પાવર, પૈસા અને પ્રતિષ્ઠા માટે ખેલાતા કાતિલ ખેલની આ થ્રિલર પૂરી વાંચ્યા વિના તમને ચેન નહીં જ પડે!
Be the first to review “Dirty Game”
You must be logged in to post a review.