Namaskaram Keralam!

Category Latest, Travelogue
Select format

In stock

Qty

પ્રકૃતિના તમામ સ્વરૂપો લઈને પથરાયેલું, ભગવાનની પોતાની ભૂમિ કહેવાતું કેરળ ‘કેરલમ્’ કેમ બન્યું ? ધોળિયાઓએ હાથ ધોઈ નાખ્યા બાદ ભગીરથ ભારતીયોએ બિછાવેલી કોંકણ રેલવે કેમ ખાસ છે? જ્યાં કૅમેરા તો શું કપડાં ઉપરેય ચુસ્ત નિયંત્રણ છે એ ભેદી પદ્મનાભસ્વામી મંદિર અને તેના ગુપ્ત ખજાનાની ભીતરમાં શું છે? ભલભલાં વાવાઝોડાં સામેય ટકી શકતી મુશ્કેટાટ લુંગી બાંધવાનો કેરલમ્‌ના મરદોનો શો કીમિયો છે? કેરલમ્ કેમ ધોતલી, લૉટરી ને માછલીનો ત્રિવિધ સંગમ છે? નાળિયેરીની નગરીમાં સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળની અદલાબદલી કેવી રીતે થઈ?
આવા કૌતુકભર્યા સવાલોના જવાબો મેળવવા ચાલો મારા શરારતી સાથીદારો સાથે… વિષ્ણુના ધામ તિરુવનંતપુરમ્‌થી વર્કલાના દુર્લભ ભેખડવાળા દરિયાકાંઠાની રંગીન રાત્રિ માણવા… ‘પૂર્વના વૅનિસ’ની જળગલીઓના નૌકાવિહારથી ટચૂકડા પણ મનોરમ હિલસ્ટેશન વાગ્મનની ખીણોના રોમાંચથી સુધી… ટેકરી પર પોઢેલા વિશ્વના સૌથી મોટા પંખીશિલ્પથી મુન્નારના લીલાછમ્મ પહાડી ઢોળાવો સુધી… થેક્કડીના વર્ષાવનની સહેલમાં નસીબે ઉડાડેલી ઠેકડીથી કોચિનના ડેલે હાથ દેવા સુધી… લટકામાં આહ્‌લાદક કન્યાકુમારીની ઊડતી મુલાકાત તો ખરી જ! અવળચંડા સફરીઓ અને અણધારી પળોજણો સાથેની મોજીલી સહેલકથા એટલે ‘નમસ્કારમ્ કેરલમ્!’
*
સમગ્ર વર્ણનમાં પ્રવાસ ઉપરાંત જો કોઈ રસ હાવી થતો હોય તો હાસ્યરસ છે. આ પ્રકારનું વર્ણન ગુજરાતી ભાષામાં એ રીતેય અનોખું છે કે તારક મહેતા સિવાય કોઈએ તેના પર ખાસ પ્રયોગ કર્યો નથી.
– લલિત ખંભાયતા

SKU: 9789361977343 Categories: , Tags: , , , , , , , , , , , , , , , , , ,
Weight0.18 kg
Dimensions8.5 × 5.5 × 0.3 in
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Namaskaram Keralam!”

Additional Details

ISBN: 9789361977343

Month & Year: May 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.18 kg

વ્યવસાયે લેખક-પત્રકાર પરમ દેસાઈનો વડોદરામાં 8 ઑગસ્ટ, 1997ના રોજ જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્રને વતન બનાવ્યા બાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી. TV9 ગુજરાતી ન્યૂઝ ચૅનલમાં તેઓ… Read More

Additional Details

ISBN: 9789361977343

Month & Year: May 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.18 kg