યુરોપમાં બરફના પંખી
આ કોઈ સ્થૂળ પ્રવાસવર્ણન નથી. યુરોપમાં બરફનું સામ્રાજ્ય ખરું, પરંતુ એ બરફ પર પથરાતા કુમળા તડકામાં વિચારનું સામ્રાજ્ય પણ તપે છે. થીજવી નાખે એવી ઠંડીમાં પણ જેમણે વિચારવાનું ન છોડ્યું તેવા મહાન વિચારકો યુરોપે આપ્યા છે. તેમને મેં બરફનાં પંખી તરીકે પ્રમાણ્યા છે. જ્યાં જ્યાં ગયો ત્યાં મને વિચારની યુરોપીય સુવાસનો પરિચય થયો છે. ગોરી પ્રજા શોષણમાં પાછું વળીને ન જુએ તેથી સામ્રાજ્યવાદ જન્મે, પરંતુ એ પ્રજાનાં કેટલાંક સુલક્ષણો એવાં કે આપણું માથું નમે.
ગુલાબ સુગંધ આપે પણ વિટામિન ન આપે. પ્રવાસમાં હું કાયમ સુગંધની જ શોધ કરતો રહું છું. આ પુસ્તકમાં એ સુગંધ પાને પાને વરતાશે.
– ગુણવંત શાહ
જો તમે પ્રવાસ નહીં કરો,
જો તમે પુસ્તકો નહીં વાંચો,
જો તમે જીવનનો સ્વર નહીં સાંભળો,
જો તમે તમારી પીઠ નહીં થપથપાવો,
તો તમે ધીરે ધીરે મૃત્યુ તરફ ધકેલાશો.
– પાબ્લો નેરુદા
Be the first to review “Europe Ma Baraf Na Pankhi”
You must be logged in to post a review.