Shivanveshnam

Category Latest, New Arrivals, Novel
Select format

In stock

Qty

“ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
ॐ शांति, शांति, शांतिः”

પરમાત્મા પૂર્ણ છે; પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢ્યા પછી પણ જે શેષ રહે છે તે પૂર્ણ જ છે.

સરળ શબ્દોમાં કહીએ તો આ શ્લોકનો અર્થ ‘અનંત’ છે. પરંતુ એક ગહન સત્ય એ છે કે આ સમગ્ર સૃષ્ટિ અને તેમાં રહેલું પ્રત્યેક ચેતન-અચેતન તત્ત્વ ક્યારેય પૂર્ણ નથી. પૂર્ણતા માત્ર એક ભ્રમ છે. આ ‘શિવन्वेषणम्’ એક વીરની ગાથા છે, જે પોતાની આ અપૂર્ણતાઓને પૂર્ણ કરવા માટે મહાદેવની શોધમાં નીકળી ગયો છે. આ શિવજીની શોધ, હવન, પૂજા કે તપસ્યા દ્વારા નથી, આ શિવયાત્રા અનંત આત્માની છે, આ નશ્વર શરીર સાથે. આ અદ્ભુત યાત્રા છે આધુનિક કળિયુગથી ભારતના પ્રાચીન યુગો સુધી, જેમાં એ વીર, અનેક મહાત્માઓને મળે છે અને ધીરે ધીરે તેની અંદરની એ અપૂર્ણતાઓને પૂર્ણ થતા અનુભવે છે. આ અનંતના ભ્રમિત અંતમાં તે આદિ-અનાદી એ શિવશંકરને મળે છે, જે પ્રત્યેક લોકમાં પૂર્ણ છે. એ શંભુ સાથેના વાર્તાલાપમાં વીર પોતાને હવે સંપૂર્ણ અનુભવી રહ્યો હતો.

પરંતુ શું આ અનુભવ સત્ય હતો કે માત્ર મિથ્યા? શિવને પ્રાપ્ત કર્યા પછી પણ શું તે વીર સદાકાળ માટે પૂર્ણ રહ્યો હશે, કે એ માત્ર એક ક્ષણિક અનુભૂતિ હતી? શું છે આ અનંત? શું સાચે જ અનંત હોવું એ પૂર્ણતા છે કે અપૂર્ણતાની પરાકાષ્ઠા? આ ગાથા એ પ્રત્યેક જીવની છે, જે આ જ અનંતદોડમાં ભાગી રહ્યો છે, જે મરણોપરાંત પણ ચાલતી જ રહે છે, અને જેના અંતનું કોઈ અસ્તિત્વ નથી.

Weight 0.250 kg
Dimensions 8.5 × 5.5 × 0.35 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Shivanveshnam”

Additional Details

ISBN: 9789395550468

Month & Year: May 2026

Publisher: BOLD

Language: Gujarati

Page: 220

Dimension: 8.5 × 5.5 × 0.35 in

Weight: 0.250 kg

પાર્થકુમાર પ્રજાપતિ એક સંશોધક અને વિજ્ઞાની છે. તેમણે દરિયાઈ જીવવિજ્ઞાનમાં સ્નાતક અભ્યાસ કચ્છમાં અને અનુસ્નાતક અભ્યાસ તમિલનાડુમાં પૂર્ણ કર્યો છે. વર્ષ 2026 દરમિયાન તેઓ પોતાના… Read More

Additional Details

ISBN: 9789395550468

Month & Year: May 2026

Publisher: BOLD

Language: Gujarati

Page: 220

Dimension: 8.5 × 5.5 × 0.35 in

Weight: 0.250 kg