પ્રેમીને પામવાના કપરા સંઘર્ષની રોમાંચક કથા
——
કહેવાય છે કે સાચો પ્રેમ કદી પણ ભૂલી શકાતો નથી.
અને, જો પ્રેમ ખરેખર સાચો હોય તો પ્રેમીઓનું મિલન પણ થાય છે.
પ્રેમીને પામવાના કપરા સંઘર્ષની આ રોમાંચક કથામાં કથાનાયક શિક્ષિત યુવાન પોતાના ગામની સુંદર છોકરીના પ્રેમમાં છે. જીવનને જીતી લેવાની મથામણમાં પોતાના પ્રેમનું `બલિદાન’ આપીને સફળતાની ઝાંઝવા જેવી દોડમાં સામેલ થાય છે અને છેવટે મૃગજળ જેવા કપટપ્રેમનો શિકાર બને છે.
– યુવાનના જીવનમાં આગળ શું થાય છે?
– એની સાચી પ્રેમિકાનું જીવન કઈ દિશામાં ફંગોળાય છે?
– યુવાન કેવી રીતે પ્રેમજાળમાં ફસાય છે?
– શું તેની પ્રેમિકા પાછી આવી શકશે?
– શું બંને પોતાના પ્રેમને પામી શકશે?
ગુજરાતી ભાષાના માતબર સર્જક વિઠ્ઠલ પંડ્યાની સશક્ત કલમે લખાયેલી આ રોમાંચક અને દિલધડક નવલકથા તમને જકડી રાખશે.
Be the first to review “Runve Runve Aag”
You must be logged in to post a review.