ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ.
ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મૉડર્ન સંદર્ભમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગીબને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ – તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદ્ગીતામાં ન હોય!
ભારતીયદર્શન જીવનલક્ષી છે. ઉપનિષદોના શાશ્વત તત્ત્વજ્ઞાનના સારરૂપ શ્રીમદ્ભગવદ્ગીતા ભારતીય અધ્યાત્મ-મંદિરનો કીર્તિધ્વજ છે. તેને ‘સત્યમ-શિવમ્-સુન્દરમ્’ ત્રિગુણ છલોછલ ભરેલ અમૃતકળશ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. એ રીતે ગીતા માનવજીવનને સ્વસ્થ, સુખી અને સાર્થક કરવાની હાથવગી જડીબુટ્ટી છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય છે. જોકે સરતા સમય સાથે માણસની જીવનદૃષ્ટિ બદલાય. સામાજિક ધોરણો અને સભ્યતાના આયામો પણ પરિવર્તન પામે. વૈયક્તિક સફળતા અને પારમાર્થિક સાર્થકતા જેવા બે ધ્રુવો વચાળે સંસારસાગરમાં તરવાની મથામણ કરતા માનવ માટે ગીતાદર્શન દીવાદાંડી સમું સાબિત થશે તે નિઃશંક છે.
thourgy
stromectol 3 mg Oh I got nauseous at the thought