દરેક કાર્ય પાછળ એક નહીં અનેક વ્યક્તિઓ હોય છે અને આ પુસ્તક બાબત પણ એવું જ છે.
એક પતંગિયાની પાંખનો ફરફરાટ થાય એટલે હવાના કણોનું હલનચલન થાય. હવામાં ઊઠેલા એક તરંગને લીધે બીજો, ત્રીજો, ચોથો અને એમ તરંગો સર્જાય અને એ તરંગો પૃથ્વીના વાતાવરણને અસર પહોંચાડી શકે.
આ થિયરીની ટૅક્નિકલ વૈજ્ઞાનિક બાબતોમાં આપણે નહીં જઈએ, પણ જેમ ગુરુત્વાકર્ષણના નિયમની વૈજ્ઞાનિક વિગતો ન જાણતાં હોઈએ તોય ઉપરથી ફેંકાયેલી વસ્તુ જમીન પર જ પડે છે અને એ નિયમ પ્રકૃતિમાં લાગુ થઈ જ રહ્યો છે એટલું તો આપણને સમજાય જ છે. બરાબર આવું જ કંઈક આ થિયરીનું છે, જેને બટરફ્લાય થિયરી કહેવામાં આવે છે. દુન્યવી સંદર્ભમાં આના માટે એમ કહી શકાય કે એક સાવ સામાન્ય કહી શકાય એવી વ્યક્તિની હરકત પણ આખા માનવજાતિનો ઉદ્ધાર કે સંહાર સર્જી શકે છે!
આ પુસ્તકમાં એવા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી વ્યક્તિ પોતાના જીવનમાં પરિવર્તનરૂપી વાવાઝોડું લાવી શકે છે. નવો વિચાર, નવી ક્રાંતિ, નવા સિદ્ધાંતો દ્વારા જીવનમાં પરિવર્તન લાવવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું…
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789395556590
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 170
Dimension: 0.8 × 5.50 × 8.50 in
Weight: 0.19 kg
Additional Details
ISBN: 9789395556590
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 170
Dimension: 0.8 × 5.50 × 8.50 in
Weight: 0.19 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Patangiyana Farfaratthi Vavazodu”