Panchjanya

Select format

In stock

Qty

કાળભગવાનની આરતી

‘સાંઈરામ’ એટલે એકવીસમી સદીના હાસ્યનું રામરાજ્ય, શ્રોતાઓને પોતાની વાતમાં તાણી જાય પણ તણાઈ જવા ન દે! એમની પાસે નવરસમાં ઘૂંટાતી અનુભવવાણી છે. એનો ધર્મ હાસ્યધર્મ છે. એ એની ચામડી પૂરતો મર્યાદિત નથી. એના શ્વાસ અને આત્મા સુધી પહોંચેલો છે. એ બેસે ત્યાં સ્ટેજ અને બોલે ત્યાં સ્મિત!

અહીંયા ‘રંગકસુંબલ ગુજરાતી’ પછીના બીજા કવિ ‘સાંઈરામ’નો પરિચય થાય છે. એ સ્ટેજ પર જ છે, પણ એ કાગળના સ્ટેજ પર શબ્દોને ભજવે છે. હસાવતાં હસાવતાં નીકળેલું છૂપું આંસુ એની શાહીની મર્દાનગી બતાવે છે. એમને વાંચતા હરીન્દ્ર દવેની કવિતાની પંક્તિ યાદ આવે…

એક હસે એક રડે,

આંખ બે આપસમાં ચઢભડે.

આ અનુભવ ‘પાંચજન્ય’ના બે પૂંઠાની વચ્ચેનો છે. જે કૃષ્ણએ ફૂંકેલા પાંચજન્યથી રાધાની ઝાંઝરી ઝમકાવે છે. સમાજને સહેલાઈ અને સલુકાઈથી પાત્રો અને પ્રેમ સાથે વહેતો કરી દેવાનું આ સર્જનકાર્ય કાળભગવાનની ઉતારેલી આરતી સમાન છે.

વ્યક્તિથી સમષ્ટિ સુધીના વિષયો ‘પાંચજન્ય’થી ફૂંકાયેલા નથી, ફેલાયેલા છે. એનો છાંયડો ‘સાંઈરામ’ની કલમ અને અવાજ છે. લોકવાણી, હાસ્ય અને શિષ્ટ કવિતાના પ્રયાગ પર કવિ ‘સાંઈરામ દવે’નું વહેલી સવાર જેવું સ્વાગત…

– અંકિત ત્રિવેદી

SKU: 9789390298990 Categories: , Tags: , , , , , , ,
Weight0.27 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Hard Cover

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Panchjanya”

Additional Details

ISBN: 9789390298990

Month & Year: July 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.27 kg

સાંઈરામ દવે એક બહુર્મુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તેમજ શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. 41 વર્ષની ઉંમરમાં… Read More

Additional Details

ISBN: 9789390298990

Month & Year: July 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.27 kg