ગુજરાતી ગઝલઆકાશ, શયદા, શૂન્ય, ઘાયલ, સૈફ, બેફામ, ગની જેવા અનેક સિતારાઓથી ઝળહળે છે પણ એ સૌમાં મરીઝનું સ્થાન યાવત્ચંદ્રદીવાકરો, અનન્ય અને અમીટ છે.
મરીઝ એટલા સરળ છે કે એમને કોઈ સર્ટિફિકેટની જરૂર જ નથી. મરીઝ એટલા ગહન છે કે કોઈ વિવેચકે બાંધેલા અર્થમાં એ બંધાય એમ પણ નથી. આમેય મરીઝે પોતે જ કહ્યું છે,
હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી,
રહેવા દે કલાને એ બની જેવી બની;
તસવીર જો દરિયાની નિચોવી તો `મરીઝ’,
બે-ચાર બુંદ રંગની એમાંથી મળી.
દરિયાનું ચિત્ર ગમે તેટલું સુંદર હોય એનું પૃથક્કરણ કરતાં રંગના બે-ચાર ટીપાં સિવાય બીજું શું મળે… ‘મરીઝ’ નામના આ દરિયાને સમજવા માટેય ગજું જોઈએ. મરીઝ પોતે કહે છે…
પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ,
શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી ખોવાઈ ગઈ.
મરીઝની વાત આવે એટલે આવા થોડા શેરો ટાંક્યા પછી જાણ્યેઅજાણ્યે આપણા હાથે મરીઝની પ્રતિષ્ઠા થવાને બદલે બદનામી જ વધુ થઈ છે. એટલે જ કદાચ મરીઝે કહેવું પડ્યું હશે…
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે!
મરીઝ સાહેબની ૧૦૨મી જયંતી દરમિયાન આ બદનામ અને અનાકર્ષક વ્યક્તિત્વની પાછળ છુપાયેલા અણમોલ અસ્તિત્વનો પરિચય કરાવતું રઈશ મનીઆર લિખિત આ પુસ્તક ઓરિજીનલ રિસર્ચથી ભરેલું હોવાની સાથે અત્યંત રસાળ શૈલીમાં લખાયું હોવાથી ગુજરાતી ભાષામાં બેસ્ટસેલર થયું છે. આ પુસ્તકના આધારે લખાયેલાં નાટકે પણ વિશ્વભરમાં ધૂમ મચાવી છે.
મરીઝની આરપાર ઓળખનું એકમાત્ર સરનામું એટલે આ પુસ્તક – મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ.
Weight | 0.12 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351228677
Month & Year: February 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 120
Weight: 0.12 kg
Additional Details
ISBN: 9789351228677
Month & Year: February 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 120
Weight: 0.12 kg
Be the first to review “Mariz : Astitva Ane Vyaktitva”
You must be logged in to post a review.