મહાત્મા ગાંધી મારી દૃષ્ટિએ
ગાંધીજીની બધી જ વાતો સાથે સહમત થનાર મનુષ્ય ગાંધીવાદી હોઈ શકે, ગાંધીજન નહીં. જે વાત ગળે ન ઊતરે, તેનો આંધળો સ્વીકાર કરનાર જરૂર વિચારશૂન્ય હોવાનો. ગાંધીજીએ પોતાની સાધનામાં જેવી ચીકણી ચીવટ બતાવી તેવી કોઈ મહાપુરુષે બતાવે નહીં હોય. ગાંધીજીના વિભૂતિમત્ત્વમાં નિરાકાર એવું સત્ય જાણે સાકાર અને સગુણ બન્યું. પરિણામે દુનિયાને `સત્યાગ્રહ’ જેવો મૌલિક શબ્દ પ્રાપ્ત થયો, એ શબ્દ વર્ષો પહેલાં ઓક્સફર્ડ ઇગ્લીશ ડિક્ષ્નરીમાં પણ સ્થાન પામ્યો હતો. સત્ય એક પ્રકારની ઊર્જા પેદા કરે છે અને એનો પ્રભાવ શત્રુઓ પર પણ પડે છે. સત્યવાદી પટાવાળાનો પ્રભાવ યુનિવર્સિટીના કુલપતિ પર પણ પડતો હોય છે. આપણા દેશની સંસ્કૃતિ વાસ્તવમાં સત્ય સંસ્કૃતિ છે. તેથી જ આપણને સૂત્ર મળ્યું : સત્યમેવ જયતે । આ સૂત્ર આપણું રાષ્ટ્રીય સૂત્ર બન્યું છે.
– ગુણવંત શાહ
Be the first to review “Mahatma Gandhi : Mari Drashtie”
You must be logged in to post a review.