લક્ષ્ય એક જ છે, રસ્તા જુદા જુદા
દુનિયામાં કેવળ પાગલ હસે છે
લોકો તો દુઃખને સ્વાસ્થ્ય સમજે છે
અને આનંદને ગાંડપણ સમજે છે.
હાલત એટલી બગડી ગઈ છે કે
દુનિયામાં કેવળ પાગલ જ હસે છે,
બાકી સમજદારોને તો હસવાનો સમય ક્યાં છે?
રૂપિયા ગણવામાં ગૂંચવાયેલા છે.
સમજદાર મહત્ત્વકાંક્ષાની સીડીઓ ચડી રહ્યો છે.
સમજદાર તો કહે છે : ચાલો દિલ્હી!
સમય ક્યાં છે હસવાનો,
બે ગીત ગાવાનો,
એકતારો વગાડવાનો,
તારાઓની નીચે વૃક્ષોની છાયામાં નાચવાનો,
સૂરજને જોવાનો, ફૂલો સાથે વાતો કરવાનો,
વૃક્ષોને ભેટવાનો, સમય કોની પાસે છે?
આ તો બધી અંતિમ સમયની વાતો છે,
જ્યારે બધું પૂરું થઈ જશે-
ધન હશે, પદ હશે, પ્રતિષ્ઠા હશે,
ત્યારે બેસીશું વૃક્ષોની નીચે.
પણ એ દિવસ ક્યારેય આવતો નથી,
ન ક્યારેય આવ્યો છે, ન ક્યારેય આવશે.
આમ જિંદગી તમે પસાર કરી દો છો રોતાં-રોતાં,
ધ્રુસકાં ભરતાં-ભરતાં.
આમ જ આવો છો, આમ જ ચાલ્યા જાઓ છો-
ખાલી હાથ આવ્યા, ખાલી હાથ ગયા.
– ઓશો
Be the first to review “Lakshya Ek J Chhe Rasta Juda Juda”
You must be logged in to post a review.