સત્ય શું છે ?
માન્યતા મનની ઊપજ છે, વિચારની ઊપજ છે. શ્રદ્ધા મનવિહીનતાની, જાગૃતિની, સમજણની ઊપજ છે.
પર્વત પરના એક ગામડાની આ વાત છે. એક શિકારીએ પોતાના ગાઇડને કહ્યું, ‘આ શિખર બહુ ખતરનાક જણાય છે. કોઈએ અહીં ચેતવણીસૂચક સંજ્ઞા નથી મૂકી એ નવાઈની વાત છે.’ ‘બે વરસ સુધી એક પાટિયું મૂકી રાખેલું. સ્થાનિક ગાઇડે કહ્યું, ‘પણ કોઈ અહીંથી નીચે પટકાયું નહીં, એટલે પાટિયું ઉઠાવી લીધું.’
માન્યતા અંધ હોય છે – તમને માનવાનું શીખવવામાં આવેલું હોવાથી તમે માનતા રહો છો, પણ તે ખાસ ઊંડે સુધી જતી નથી. કારણ કે પરિસ્થિતિ માટેની સમજણ તેનામાં હોતી નથી. એ તો એક નકામું છોગું છે, તમારી સમજણ બહારથી ઉમેરાયેલી છે તમારી અંદરથી ઊગેલી નથી. તમારી સમજણનો એ વિકાસ નથી. તે ઉછીની લેવાયેલી હોવાથી તમારી અંદર સુધી તે વ્યાપી શકતી નથી. થોડા દિવસો સુધી તમે તેને લઈને ફર્યા કરો છો. પછી તમને ખ્યાલ આવે છે કે તે બિનઉપયોગી છે અને તેનાથી કંઈ વળતું નથી એટલે તમે તેને કોરાણે મૂકી દો છો.
પણ સત્ય એ છે કે માન્યતા મુજબ જીવી શકાતું નથી. વધુ જાગૃત થવાનો, જીવનને નિહાળવાનો પ્રતિભાવ આપવાનો પ્રારંભ કરવા માંડો તો ક્રમશઃ શ્રદ્ધાનો ઉદય થશે. શ્રદ્ધા તમારી પોતાની છે, જ્યારે માન્યતા પારકી છે. માન્યતાઓને પડતી મૂકો જેથી શ્રદ્ધા ઊગી શકે. માન્યતાઓથી સંતુષ્ટ ન બનો. નહીંતર શ્રદ્ધાનો ઉદય કદાપિ થશે નહીં.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789389858372
Month & Year: June 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 174
Weight: 0.17 kg
Additional Details
ISBN: 9789389858372
Month & Year: June 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 174
Weight: 0.17 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Satya Shu Chhe Manyata Thi Shraddha Sudhi”
You must be logged in to post a review.