Vishvana Aadarsh Nariratno

Category Latest, Articles, Biography, New Arrivals
Select format

In stock

Qty

અષાઢાસિ સહમાના સહસ્વારાતીઃ સહસ્વ પૂતનાયતઃ
સહસ્રવીર્યાસિ સા મા જિન્વ ।।
– યજુર્વેદ

(અર્થ : હે સ્ત્રી, તું અજેય છે, તું વિજેતા છે, તું શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર. યુદ્ધના ઇચ્છુકોને પરાજિત કર. તું સહસ્ર શક્તિશાળી છે. મને શક્તિ પ્રદાન કર.)

કોઈપણ પરિવાર, સામાજિક એકમ, સમાજ અને રાષ્ટ્રનાં નિર્માણ તથા સુયોગ્ય સંચાલનમાં નારીની ભૂમિકા ન માત્ર મહત્ત્વપૂર્ણ, પરંતુ પ્રમુખ બની રહે છે. નારીશક્તિ પ્રત્યેની મારી આ માન્યતા અને આસ્થાએ મને હંમેશાં બળ આપ્યું છે.
ઋગ્વેદમાં કહેવાયું છે: સંહોત્રં સ્મ પુરા નારી સમનં વાવ ગચ્છતિ ।। (અર્થ : પ્રાચીનકાળથી જ સ્ત્રીઓ સામૂહિક યજ્ઞો, યુદ્ધો તથા ઉત્સવોમાં જાય છે) એ જ રીતે નારીરત્નોને આલેખતી લેખમાળા `સત્‌રૂપા’ અંતર્ગત વર્ષોના સતત સંશોધનથી પણ માલૂમ પડ્યું કે કંઈ કેટલીય મહાન નારીઓની કથા કોઈપણ કારણથી આપણા સુધી પહોંચી જ નથી. એ આદર્શરૂપ નારીપાત્રો અન્યોના જીવનમાં અજવાળાં પાથરી ખુદ ગુમનામીના અંધકારમાં વિલય પામ્યાં. લેખમાળામાં એવાં જ પૌરાણિક, ઐતિહાસિક અને આધુનિક નારીરત્નોને સમાવવા પ્રયત્ન કર્યો અને એમની ગાથાને ગ્રંથસ્થ કરી અહીં મૂકવામાં આવી છે.

– ડૉ. દક્ષા ગોર

SKU: 9789361974670 Categories: , , ,
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Vishvana Aadarsh Nariratno”

Additional Details

ISBN: 9789361974670

Month & Year: September 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 252

સટિક અભિવ્યક્તિને માનવમનમાં સાંગોપાંગ ઉતારવી, એ જાણે રણમાં ગુલાબ ખીલવવાની ઘટના જેવી અને આવું જે કરી જાણે છે, તે કૌશલ્યશીલ સાહિત્યકારોની પંગતમાં સ્થાન લે છે.… Read More

Additional Details

ISBN: 9789361974670

Month & Year: September 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 252