તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે, જીવનમાં પ્રેમ ન હોત તો?
શ્વાસ માટેની હવા ખોવાઈ જાય તો ઑક્સિજનના સિલિન્ડરથી કદાચ ચલાવી લેવાય, પણ જીવનમાંથી પ્રેમ જ ખોવાઈ જાય તો માણસ જાય
ક્યાં? જે લોકોને પ્રેમ મળ્યો નથી એમનાં જીવન તમે જોયાં છે?
જે સમાજમાં પ્રેમ ખંડિત અને શંકા અખંડિત બનીને જીવે છે એ સમાજનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.
જ્ઞાન ગમે તેટલું ઊંચું કેમ ન હોય, પ્રેમની ઊંચાઈને એ ક્યારેય નહીં પહોંચી શકે. પ્રેમ માટે એમ ક્યારેય ન કહેવાય કે Sky is limit, કેમ કે પ્રેમ તો Out of Limit છે! પ્રેમને કોઈ જ સીમા કે સરહદ બાંધી ન શકે, કોઈ જ લેબલ કે લેવલ એને મર્યાદાના પિંજરામાં કેદ ન કરી શકે. પ્રેમ તો. અનહદનો અહેસાસ છે! અનહદનાં અજવાળાંનું બીજું નામ જ પ્રેમ છે.
તમારા પ્રિયજનને પ્રેમનો અહેસાસ કેવી રીતે કરાવશો? એકબીજાંના બંધ હોઠની પાછળ ઊભેલા મૌન શબ્દોને તમે કેવી રીતે સમજી શકશો? કેવી રીતે તમે જ તમારા Love ગુરુ બની શકશો? આવી અનેક મીઠી મૂંઝવણોનો ઇલાજ તમને આ પુસ્તકમાંથી મળશે!
પ્રેમના Midas Touchનું બીજું નામ એટલે અનલિમિટેડ Love!
પ્રેમનાં અજવાળાનું નવું નક્કોર સરનામું એટલે અનલિમિટેડ Love!
Weight | 0.18 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351223924
Month & Year: April 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.18 kg
Additional Details
ISBN: 9789351223924
Month & Year: April 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.18 kg
Be the first to review “Unlimited Love”
You must be logged in to post a review.