જિંદગીને કૉમ્પ્લિકેટેડ કરી દેવાનો આપણને સૌને શોખ હોય છે. એવો જ શોખ જિંદગીને કૉમ્પ્લિકેટેડ નહીં કરવાનો હોય તો જિંદગી ખુદ સૌને સલામ કરતી ન થઈ જાય! જીવન જેટલું સહજ, સરળ અને નિર્મળ હોય છે, તેટલું જ વધારે આપણે તેને ગૂંચવી નાંખતા હોઈએ છીએ. ઘણીવાર એવું લાગે કે જીવનમાં આપણે માત્ર બે જ કામ કરીએ છીએ – તકલીફો અને મુશ્કેલીઓને હાથે કરીને ઊભી કરીએ છીએ અને પછી એ જ તકલીફો અને મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં સમય ખર્ચી નાખીએ છીએ. સરવાળે જે બચે છે તે સરવૈયાનો અફસોસ કર્યાં કરીએ છીએ.
જીવનમાં સારાં કામ કર્યાં હોય, મહેનત અને નિષ્ઠા પૂરેપૂરી હોવા છતાં શા માટે ઘણીવાર મુશ્કેલી, તકલીફો અને દુ:ખદ પરિસ્થિતિઓ આપણને એવી ઘેરી વળે છે કે જીવવા જેવી જિંદગી આપણને ‘કારમી ગુલામી’ જેવી અઘરી લાગે છે.
આવું શા માટે થાય છે?
આપણે ક્યાં ખોટાં છીએ?
શું આ ગડમથલનો ઉકેલ છે?
એ માટે આપણે શું કરવું પડે?
હા, ઉકેલ છે. બહુ જ સરળ ઉકેલ છે. જરૂર છે માત્ર જીવનમાં બિનજરૂરી ઝડપ ઓછી કરીને, ઊભા રહીને, શાંતિથી વિચારવાની. જીવનને હળવાશથી લઈને, દરેક સ્થિતિનો, હાથ ખુલ્લા રાખીને ‘Love You જિંદગી’ કહીને સ્વીકાર કરવાની તૈયારીમાં જ આ મહાન ઉકેલ છુપાયેલો છે. પૉઝિટિવિટી એ માત્ર શબ્દ નથી. પૉઝિટિવિટી તો જીવન જીવવાનો એક એવો અભિગમ છે, જેનાથી જિંદગીનાં કોઈપણ પ્રશ્નો, વાવાઝોડાં, મુશ્કેલીઓ ગાયબ થઈ જ જાય, પ્રયત્ન કરી જુઓ…
તમારી કલ્પના પ્રમાણેની હસતી, રમતી, ખૂશખુશાલ ‘નવી જિંદગી’ની રેસિપી આ હળવી રમૂજકથામાંથી તમને ચોક્કસ મળશે.
Be the first to review “Love You Jindagi”
You must be logged in to post a review.