જ્યારે હેતુ વગર પગ ઉપડી જાય ત્યારે માનજો,
કોઈક તમારી રાહ જુએ છે!
જ્યારે અવાજ વગરનો સાદ સંભળાય
ને, સાવ અચાનક હેડકી આવે –
વરસતા વરસાદમાં જ્યારે
લીલુંછમ્મ કોઈક યાદ આવે,
ને બંધ આંખે પણ કોઈક દેખાય-
તમારે કંઈક કહેવું છે,
પણ કહેવા માટે શબ્દો ન મળે,
ને મુકામ ઉપર પહોંચવા માટે
મનના ઘોડા હણહણે,
તમને ક્યાંકથી છૂટીને પણ
ક્યાંક બંધાવાનું મન થઈ જાય ત્યારે માનજો,
કોઈક તમારી રાહ જુએ છે!
કોઈકને ‘તમારી’ અને તમને ‘કોઈક’ની રાહ જોવાના સહિયારાં સુખના યાત્રી બનો!
Be the first to review “Koik Tamari Rah Juve Chhe”