Scintific ધર્મ
ધર્મ એ વિજ્ઞાનનું Sugarcoated સ્વરૂપ જ છે.
સદીઓ પહેલાં ધર્મોની રચના કરવાનો મુખ્ય હેતુ એ જ હતો કે માનવી કુદરતની રચના પ્રમાણે પોતાનું રોજબરોજનું જીવન ગોઠવીને સારી રીતે જીવી શકે. સંસારના દરેક ધર્મોની રચના વિજ્ઞાનના સિદ્ધાંતોના પાયા ઉપર જ કરવામાં આવી છે. વિજ્ઞાનના એ શુષ્ક અને અટપટાં સિદ્ધાંતો સમાજના દરેક લોકોને સરળતાથી સમજાતા નથી અને એટલે વિવિધ વાર્તાઓ, નિયમો, આદેશોનું Sugar Coating કરીને ‘શ્રદ્ધા’ના વિચાર દ્વારા લોકોને તેનું પાલન કરવાની પ્રેરણા આપવામાં આવી.
પણ, હવે આજે આપણે જ્યારે ૨૧મી સદીમાં ઊભા છીએ ત્યારે ધર્મ ઉપરથી નવી પેઢીનો વિશ્વાસ ડગતો દેખાય છે તેવા કપરા સમયમાં આપણી સમક્ષ એક મોટો પડકાર આવીને ઊભો રહ્યો છે.
આ પુસ્તકમાં મહાન ધર્મોની પાછળ છૂપાયેલાં વિજ્ઞાનની અદ્ભુત વાતો કરવામાં આવી છે. આ વાતો નવી પેઢીને એવું સમજાવશે કે ધર્મોનું પાલન માત્ર વડીલોની આમન્યા માટે કરવાની જરૂર નથી. આ પુસ્તક દ્વારા નવી પેઢી, ધર્મોની પાછળનાં વિજ્ઞાનની સમજણથી ફરીથી શ્રદ્ધાપૂર્વક ધર્મો તરફ વળે તો ફાયદો તેમને જ થવાનો છે.
Be the first to review “Scientific Dharma”
You must be logged in to post a review.