સંઘના વિરાટ વટવૃક્ષને પામવાની સફળ કેડી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – આર. એસ. એસ. સદા સર્વદા સહુની જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. સંઘ રાષ્ટ્રજીવનની વિકરાળ સમસ્યાઓની વચ્ચે એક આશાનું કિરણ બની રહ્યો છે. સમાજની અપેક્ષાઓનું કેન્દ્ર બન્યો છે અને જીવનમૂલ્યોની માવજત કરનાર એક શક્તિશાળી પરિબળ તરીકે રાષ્ટ્રમાં ઉપસી આવ્યો છે.
ભારતના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણ માટે સર્જાયેલી આ શાખાના બીજ એંસી વર્ષ પૂર્વે નાગપુરમાં જન્મજાત દેશભક્ત ડૉક્ટર કેશવરામ બલિરામ હેડગેવારે વાવ્યા. પૂજનીય શ્રી ગુરુજીએ પોતાના શરીરના કણેકણથી અને રક્તના એક એક બુંદથી સિંચન કરી એ બિજને વિશાળ વટવૃક્ષ તરીકે સંવર્ધિત કર્યું.
આજે સંઘે તેની વિકાસકૂચ સમાજની શ્રદ્ધાને સ્પર્શે તે હદે પહોંચાડી છે. સંઘના એંસી વર્ષના એકધારા પરિશ્રમથી આજે દેશમાં હિન્દુચેતનાનું મોજું આવ્યું છે. હવે ભારતના ભાગ્યવિધાતા હિન્દુ જ થઈ શકે છે તેવો દૃઢ વિશ્વાસ જાગ્યો છે. વિઘટનની પ્રવૃત્તિઓ સામે એકમાત્ર હિન્દુ વિચાર જ એકતાનો આધાર બની શકે છે તે સિદ્ધ થયું છે. દેશની એકતા અને અખંડિતતા માટે સંઘવિચાર, સંઘદૃષ્ટિ અને સંઘકાર્યકર્તાઓનું કર્તૃત્વ આજે સાચાં અને યશસ્વી પૂરવાર થયાં છે. સમાજમાં સમતા, મમતા અને સમરસતાની ભાવગંગા વહેવડાવવા સંઘનો સ્વયંસેવક સર્વત્ર પહોંચ્યો છે.
શ્રી કિશોરભાઈ મકવાણાએ વાદવિવાદના વંટોળો વચ્ચે સંવાદ સાધવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પુસ્તક હકીકત આધારિત અને માહિતીથી સભર અને વાચક માટે રસપ્રદ બની રહેશે. સંઘના વિરાટ વટવૃક્ષને પામવાની સફળ કેડીરૂપ આ પુસ્તક જિજ્ઞાસુની જિજ્ઞાસાને વધુ પ્રજ્વલિત કરશે.
Binding | Paperback |
---|
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788189598907
Month & Year: March 2013
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 224
Additional Details
ISBN: 9788189598907
Month & Year: March 2013
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 224
Be the first to review “Sangh Nu Lakshya”
You must be logged in to post a review.