મધ્યપ્રદેશ એટલે ભારતની વચ્ચે આવેલું અને આપણી સંસ્કૃતિ તથા વિરાસતને જાળવીને બેઠેલું હૃદયરાજ્ય.
મધ્યપ્રદેશની આ રંગબેરંગી ધરતી પર ફરવાનો આનંદ હવે તમે પણ આ પુસ્તકથી માણી શકશો. રાજ્યનાં વિવિધ સ્થળોની મુલાકાત દરમિયાન અનુભવાયેલી ક્ષણો, સંવાદો અને પ્રસંગો અહીં જીવતાં થયાં છે. ઐતિહાસિક સ્મારકો, પ્રાચીન મંદિરો, હરિયાળાં જંગલો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોની વાતો વાંચતાં વાંચતાં તમને લાગશે કે તમે આ રળિયામણી સફરમાં સાથે જ છો.
આ પુસ્તક માત્ર પ્રવાસવર્ણન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને માનવીય અનુભવોનો સુંદર મેળ છે. સરળ અને રસપ્રદ ભાષા દરેક પાનાને આકર્ષક બનાવે છે અને તમને અંત સુધી સાથે રાખે છે. દરેક લેખમાં નવી જગ્યાની ઓળખ સાથે તમારી નવી લાગણીઓનું અનુભવવિશ્વ પણ ખૂલતું જશે.
આ છે મધ્યપ્રદેશ – રંગબેરંગી સંસ્કૃતિ ધરાવતું આપણા ભારતનું હરિયાળું હૃદય.























Be the first to review “Ramta Bhamta Madhy Pradesh”
You must be logged in to post a review.