આખરે પ્રવાસ એટલે શું? જીવન સ્વયં એક પ્રવાસ છે અને એ પ્રવાસ રહસ્યથી છલોછલ હોય છે. રહસ્ય ન હોત તો અપરિચયના પ્રદેશમાં અસંખ્ય મિત્રો મળ્યા હોત ખરા? આપણે ત્યાં સૌંદર્યનો સંબંધ ક્ષણે ક્ષણે પ્રગટ થતી નૂતનતા સાથે જોડાયો છે. પ્રવાસમાં જે આનંદ પ્રાપ્ત થાય તેનું રહસ્ય પ્રતિક્ષણ પ્રાપ્ત થતો નૂતન સૌંદર્યબોધ છે. હઠીલા વાસીપણાથી બચવા માટે માણસ પ્રવાસમાં જોડાય છે. એવા પ્રવાસાનંદનું રહસ્ય વાસીપણાની ઘરેડમાંથી મુક્ત થવાની ઝંખનામાં રહેલું છે. આપણું `કાયમી’ સરનામું પણ બાંધે છે અને તેથી પ્રવાસ મુક્તિપ્રદ અનુભૂતિ કરાવે છે. It is a liberating experience.
ગુણવંત શાહ
જો તમારામાં કિનારો દેખાતો બંધ થાય
તે જોવાની હિંમત ન હોય તો,
તમે સમુદ્રને પાર કરી શકો નહીં.
ક્રિસ્ટોફર કોલમ્બસ
Be the first to review “Aapne Pravasi Paravar Na”
You must be logged in to post a review.