ઘૂઘવતા સમંદરને વળી `પ્રેમ’ની વ્યાખ્યા સાથે શો સંબંધ? પ્રેમ શબ્દ નથી, અનુભૂતિ છે.
જીવનના સૌથી મધુર એવા દસ શબ્દોની યાદી બનાવવામાં આવે તો `પ્રેમ’ શબ્દ મોખરે મૂકવો પડે.
પ્રેમ જગતની સૌથી મહાન શક્તિ છે એ વાત સમજવામાં આયખું ટૂકું પડે છે.
પ્રેમ વિનાની દુનિયા જીવવા જેવી નહીં હોઈ શકે. પ્રેમ વિનાનું જીવન એટલે મરુભૂમિ. પ્રેમથી છલોછલ જીવન એ જ સ્વર્ગ અને પ્રેમશૂન્ય આયખું એ જ નરક.
ખોટાબોલા થવા કરતાં આખાબોલા થવાનું મને વધારે ફાવે છે.
ગુણવંત શાહ
Be the first to review “Prem Etle…”
You must be logged in to post a review.