આ કવિનું ભાષાકર્મ રસ પડે તેવું છે. ટૂંકી બહરથી લઈને લાંબી બહર સુધીના છંદોમાં તેમણે ખેડાણ કર્યું છે.
અવનવાં સંબોધનો વાંચી ગઝલમાં ખુશ થયો,
પણ ખબર મોડી મળી કે હું નથી સંદર્ભમાં.
‘ગઝલપણું’ ગઝલમાં ગઝલના જ શબ્દો, ગઝલની જ પરિભાષાનો ઉપયોગ કરીને તેમણે જીવનની ખૂબ સુંદર વાત કરી છે. એક એક મિસરો પણ ક્યારેક મનમાં મમળાવવો ગમે.
ચેનમની ગઝલોને ‘કુમાર’, ‘કવિલોક’, ‘શબ્દસૃષ્ટિ’, ‘ગઝલવિશ્વ’ જેવાં સામયિકોમાં સ્થાન મળેલું છે. હું આજે પણ સ્પષ્ટ માનું છું કે ગુજરાતી ભાષામાં ‘કુમાર’, ‘કવિલોક’, ‘નવનીત સમર્પણ’ જેવાં સામયિકોમાં તમારું કાવ્ય પ્રગટ થાય ત્યારે તમે એક ઘડાયેલા કવિ તરીકે પ્રગટ તો થયા જ હોવ છો પણ સૌની નજરે પણ ચઢો છો.
સાત ભવની વાત સાચી હોય, તો આ સાતમો સમજી જવાનો,
કેટલું બારીક હતું એ કામ; જેમાં હું મને શોધી શક્યો છું.
કેવી સૂક્ષ્મ વાત કેટલા સંયમ સાથે ચેતન શુક્લ કરે છે. આવા આ સંગ્રહોમાં ઘણા શે’ર મળી આવશે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Be the first to review “Patthar Ni Naav”
You must be logged in to post a review.