Gitano Jivandhwani

Select format

In stock

Qty

ગીતા રણમેદાનનું ગીત છે. જીવન અને મૃત્યુની સરહદે ઝીલાયેલો કર્તવ્યબોધ છે. આમ પણ જીવન એક સંગ્રામ જ છે ને? કોઇવાર જાત સાથે તો કોઇવાર જગ સાથે! હજારો વર્ષથી ગીતારૂપી જ્ઞાનસરિતા વિશ્વમાં વહેતી રહી છે. તેના કિનારે અનેક જીવોએ તરસ છિપાવી છે. ગીતાજળનાં સિંચનથી અનેક સંસ્કૃતિઓ વિકસી છે. ટૅક્નૉલૉજીના પ્રતાપે આજે જ્યારે ભૌતિક સીમાડાઓ ભૂંસાઈ રહ્યા છે અને જ્ઞાનયુગના મંડાણ થયા છે ત્યારે ગીતા ધર્મની નવી વ્યાખ્યા સાથે પ્રસ્તુત થાય છે. વિશ્વમાનવ પર્યાવરણ હ્રાસ, સાંપ્રયદાયિક હિંસા, ભ્રષ્ટાચાર અને સર્વોપરિતાની હોડ જેવા કઠોર સવાલોનો સામનો કરી રહ્યો છે. તનના રોગોનો ઇલાજ તો સરળ બન્યો છે, પણ મનની રુગ્ણતા વધતી ચાલી છે. તે વેળા ગીતાનો છલોછલ અમૃતકળશ નિરામય માનવ્યને પ્રગટ કરશે તેમાં કોઇ શંકા નથી. લેખકે છેંતાળીસ વરસના ગીતાભ્યાસ અને તેના વ્યવહારુ પ્રયોગોને ગૂંથીને અધ્યાત્મગીતા, જીવનગીતા, મૅનેજમૅન્ટ ગીતા, રાષ્ટ્રગીતા, વિશ્વગીતા અને માનવગીતા જેવા છ નિબંધો રજૂ કર્યા છે. એ દર્શન કે વિવેચન નથી પણ અનુભૂતિજન્ય અંતર્નાદ છે. એટલે વાચકને આ પુસ્તકના પાને-પાને નીડરતા, કર્તવ્યનિષ્ઠા અને નિ:સ્વાર્થ સેવાનાં પ્રેરણાબિંદુઓ જડી આવશે. સફળતા સાથે સાર્થકતા તેમજ આનંદ સાથે શાંતિનો પ્રસાદ મળશે. જે શ્રીકૃષ્ણને સારથિ બનાવે તેનો રથ સત્ય અને ન્યાયના વિજયપથે વહેતો રહે તેમાં શી નવાઇ? જય શ્રીકૃષ્ણ!

Weight0.86 kg
Dimensions4 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Gitano Jivandhwani”

Additional Details

ISBN: 9788119132225

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 774

Dimension: 4 × 5.5 × 8.5 in

Weight: 0.86 kg

શ્રી અશોક શર્મા ગુજરાત કેડરના IAS અધિકારી છે. ડેરી ટૅકનોલૉજી અને મૅનેજમૅન્ટમાં પૉસ્ટ ગ્રેજ્યુએટ છે. શ્રી શર્મા પાસે 4 વર્ષનો શૈક્ષણિક અને 27 વર્ષનો વહીવટી… Read More

Additional Details

ISBN: 9788119132225

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 774

Dimension: 4 × 5.5 × 8.5 in

Weight: 0.86 kg