પુરુષ દ્વારા, પુરુષ માટેનું આ પુસ્તક શું માત્ર પુરુષો માટે છે?
કોઈને થશે ‘Male મૅટર્સ’ એટલે શું? કોઈને એમ પણ થશે કે, શું આ પુસ્તક માત્ર પુરુષો માટે છે? શું આ પુસ્તક પુરુષો માટેની માર્ગદર્શિકા છે? તો જવાબ છે : ના, આ પુસ્તક માત્ર પુરુષો માટે નથી. આ પુસ્તકમાં પુરુષની વાસનાઓ બાબતની મિથની, સ્ત્રીઓ પ્રત્યે પુરુષના વલણની કે પુરુષે પ્રૉફેશનલ ફ્રન્ટ પર શું કરવું જોઈએ એ વિશેની વાતો જરૂર છે, પરંતુ આ પુસ્તક સ્ત્રીઓ માટે પણ એટલું જ જરૂરી છે. આખરે તો એ સ્ત્રીઓ જ હોય છે, જે આવતીકાલના પુરુષને ઉછેરતી હોય છે અને એ પણ સ્ત્રીઓ જ હોય છે, જે આજના પુરુષને સાચવતી હોય છે. તો પછી એકલો પુરુષ આ પુસ્તક વાંચીને શું કરશે?
પુરુષ આ સમાજવ્યવસ્થામાં સહેજ કઠોર, પરંતુ અત્યંત નિખાલસ પ્રાણી છે. સ્ત્રીઓને એ ક્યારેક લડી કાઢે ખરો, પરંતુ વાળવામાં આવે તો એ વળી પણ જાય. એ પણ આગળ-પાછળનું સઘળું ભૂલીને! પુરુષ પર પિતૃસત્તાક સમાજવ્યવસ્થા ચલાવવાનો આક્ષેપ જરૂર છે. તેમ છતાં એટલું ચોક્કસ કહી શકાય કે પિતૃસત્તાક વ્યવસ્થાનું વહન માત્ર પુરુષે નથી કર્યું. પુરુષને તો એ વ્યવસ્થામાં માધ્યમ બનાવાયો છે.
આ પુસ્તક આવી જ કેટલીક મિથ તોડે છે. જોકે અહીં એક સ્પષ્ટતા કરવી એ પણ જરૂરી છે કે અહીં પુરુષ એટલે સર્વગુણસંપન્ન, પુરુષ એટલે ડાહ્યો કે પછી પુરુષ જ આ સમાજ વ્યવસ્થામાં સર્વસ્વ છે એવું કશું પણ સિદ્ધ કરવાનો પ્રયત્ન નથી કર્યો. પણ એક વાત નક્કી છે કે આ પુસ્તક વાંચશો તો તમને એટલું જરૂર સમજાઈ જશે, કે આપણી સમાજવ્યવસ્થામાં પણ ‘Male મૅટર્સ’, મતલબ કે પુરુષનું આગવું મહત્ત્વ છે.
Be the first to review “Male Matters”
You must be logged in to post a review.