મહામાનવ મારી દૃષ્ટિએ
વિભૂતિ એટલે શું ? પૃથ્વી પર પ્રગટ થતી પારમિતા (excellence) ક્યારેક એક વ્યક્તિ થકી લોકોની જાણમાં આવે ત્યારે એ વ્યક્તિ વિભૂતિ બની રહે છે. બુદ્ધનું વિભૂતિમત્ત્વ કરુણા થકી પ્રગટ થયું. કપિલનું વિભૂતિમત્ત્વ સાંખ્ય થકી પ્રગટ થયું. મહાવીરનું વિભૂતિમત્ત્વ અહિંસા થકી પ્રગટ થયું. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે શ્રેષ્ઠત્વ પ્રગટ થાય ત્યાં અને ત્યારે ગીતાનો વિભૂતિયોગ સાર્થક થતો હોય છે. આવા કોઈ પુરુષશ્રેષ્ઠને ઇતિહાસ યાદ કરે છે. આ ઘટનાને આપણી પરંપરામાં `પારમિતા’ કહે છે. ઈશ્વરને આવી પારમિતા થકી શ્રેષ્ઠતાનું સામૈયું કરવાની ટેવ છે. આવી ઘટનામાં પ્રગટ થતું ઈશ્વરત્વ વંદનીય છે.
– ગુણવંત શાહ
Be the first to review “Mahamanav : Mari Drashtie”
You must be logged in to post a review.