જેમ સંસ્કૃત એ ભારતવર્ષની ભાષા કહેવાય છે એમ જ કચ્છી એ ગૂર્જરપ્રદેશની સુંગધી ભાષા ગણાય છે.
ભૌગોલિક રીતે ભલે કચ્છ આકરો પ્રદેશ છે, પણ સદીઓથી કચ્છની ધરતી, સંસ્કૃતિ અને પ્રજાએ પોતાના આગવા મિજાજ દ્વારા પોતાની અનેરી ઓળખ જાળવી રાખી છે.
આ સંગ્રહમાં કચ્છ અને કચ્છી પ્રજામાં આજે પણ બોલચાલની ભાષામાં પ્રચલિત અને ગહન અર્થો ધરાવતી ‘કચ્છી ચૉવકો’નું અર્થપૂર્ણ દર્શન કરાવવામાં આવ્યું છે. કચ્છની તળભૂમિ અને તળપદી કચ્છી ભાષાની મીઠાશ અહીં ઠેરઠેર દેખાય છે. સદીઓના સંઘર્ષથી ઉદ્ભવેલું જ્ઞાન, ડહાપણ, સમજણ, સહનશીલતા અને પરંપરાનો આગવો સંગમ આ કહેવતોમાંથી મળશે.
માત્ર કચ્છી નહીં પણ કહેવતપ્રેમી ગુજરાતી પ્રજાનાં પણ દિલ જીતી લે, તે રીતે સરળ ભાષામાં ચૉવકોની મુલવણી માણવાની મજા એટલે આ પુસ્તક ‘કચ્છી ચૉવક’.






























Be the first to review “Kachchhi Chovak”
You must be logged in to post a review.