પરંપરાએ નિયતર કરી આપેલ વિશ્વમાં `સ્ત્રી’ શબ્દ સાથે `સૌંદર્ય’નો સંદર્ભ ત્વચાની જેમ જોડવામાં આવ્યો છે. સામાજિક સંદર્ભે પણ સ્ત્રી મહદઅંશે પુરુષ દૃષ્ટિકોણથી મુલવાતી આવી છે. જો સ્ત્રી પુરુષની અર્ધાગિની હોય તો એમ કઈ રીતે બને કે અડધું અંગ આઝાદ રહે ને અડધું ગુલામ? એક્સ બરાબર વાય થાય તો વાય બરાબર એક્સ શા માટે નહીં? વાત કેવળ મનુષ્યપ્રધાન સમાજની શા માટે નહીં?
આ એક એવું વિશ્વ છે જ્યાં દેશ-પ્રદેશ જુદાં છે, સમયખંડ જુદા છે, આબોહવા જુદી છે… પણ આ સ્ત્રીઓ જ્યારે કલમ ઉપાડે છે ત્યારે કાગળ પર અવતરતી વેદના એક સરખી! બસ, જમીનના ટુકડાઓના નામ બદલાય છે, ઘર અને ભૂમિકાઓ બદલાય છે પણ આઝાદ હવાનું એક સપનું આંખોમાં કેદ રહે છે. જે `ઘર’ને શણગારવામાં તેની જાત અને જિંદગી બંને ઘસાઈ જાય છે તે ઘરની તકતી પર ક્યાંય તેનું નામ નથી હોતું!
આ પુસ્તક એક બારણું છે દુનિયાની પ્રસિદ્ધ કવયિત્રીઓનાં કાવ્યઘરમાં પ્રવેશવાનું અને ચાંદની સફરના સહયાત્રી બનવાનું ઇજન પણ. સૌંદર્યની પેલે પારની એક યાત્રા – ચાંદ કે પાર ચલો…
Be the first to review “Chand Ke Paar”
You must be logged in to post a review.