કવિ નીતિનભાઈ સંવેદનસભર અને પ્રસન્ન વ્યક્તિ છે. એક મોટી ગ્લોબલ કંપનીના ફાઇનાન્સ હેડ તરીકેની જવાબદારીના ભારણ વચ્ચે, વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે, કવિતાને પોતાની અભિવ્યક્તિનું વાહન બનાવવા જેટલી મોકળાશ શોધી શકેલા કવિને અભિનંદન આપીએ. આ સંગ્રહના પાને પાને વિચારોની તાજગી અને અંતરમનની નિર્મળતા છલકાય છે. એમની કવિતાઓ વેદનાની આછી લકીર સાથે સંવેદનાની લહેરખી લઈને આવે છે. કેવી પ્રેરક પંક્તિઓ આ કવિ લખી શકે છે!
મોટામાંથી નાના બનીએ,
માણસ આજ મજાના બનીએ.
અંદરનાં દ્વારો ખોલીને,
નીકળી બહાર બધાંના બનીએ.
દુનિયાના ઉદ્ધારક બનવા,
ઉદ્ધારક પોતાના બનીએ.
કવિતા જન્મે એ ક્ષણ અજવાળાની ક્ષણ જ હોય છે ને? એમનો બીજો કાવ્યસંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ આવી જ ક્ષણોથી બનેલો પ્રકાશપુંજ છે. નીતિન પારેખ જેવા કવિઓની આવી સૌમ્ય અને સકારાત્મક કવિતાઓને કારણે આ દુનિયા છે એના કરતાં વધારે સુંદર બને છે એમાં કોઈ શક નથી.
– ડૉ.રઈશ મનીઆર
Be the first to review “Ajwalani Kshan”
You must be logged in to post a review.